જ્ઞાનસેતુ
‘આપણે જ
સેતુ બનીએ....આપણી આવતી કાલ માટે...’
શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત,અમદાવાદ
જ્ઞાનસેતુ
અમદાવાદ
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભાર્ગવીબેન દવેના માર્ગદર્શન હેઠળ તેમજ અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી
પ્રફુલભાઈ જલુ દ્વારા અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ‘જ્ઞાન
સેતુ’ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો. રાજ્યમાં પ્રથમવાર હાથ ધરાયેલ આ નવતર
પ્રયોગને પાયલોટ પ્રોજેક્ટ કહી શકાય...’જ્ઞાનસેતુ’ દ્વારા અમદાવાદ જિલ્લાની જિલ્લા
પંચાયત હસ્તકની લગભગ ૫૧
જેટલી શાળાઓ તેમજ નજીકની સરકારી અનુદાનીત
માધ્યમિક કે ઉચ્ચ માધ્યમિક શાળાઓ સાથે ત્રણ વર્ષના સમયગાળા માટે સમજુતીનો કરાર
કરશે. આ કરાર આધારિત સમવિષ્ટ પ્રાથમિક શાળાના શાળા પરિવાર અને વહીવટી કર્મચારીઓ
દ્વારા અપેક્ષિત અપેક્ષાઓ પૂર્ણ કરવાં આયોજન હાથ ધરાશે. તો ચાલો ‘’જ્ઞાનસેતુ’’
અંતર્ગત થનાર વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિ અંગે સમજ મેળવીએ.....
‘જ્ઞાનસેતુ’
ના હેતુઓ:
‘જ્ઞાન સેતુ’ અંતર્ગત મુખ્ય ત્રણ બાબતો પર
પ્રાથમિક તબક્કે કામ હાથ ધરાશે...
૧)
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓનો નજીકની સરકારશ્રીની અનુદાનિત
માધ્યમિક કે ઉચ્ચ માધ્યમિક શાળાઓ સાથે જરૂરિયાત મુજબના કાર્યો માટે ત્રણ વર્ષના
સમયગાળા માટે ‘સમજુતી કરાર’ અર્થાત ‘Memorandum
Of Understanding’(MOU)
૨)
ગ્રીષ્મોત્સવ (વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે આનંદ મળે તે માટે ગ્રીષ્મ શિબિર)
૩)
બાગાયત (શાળામાં ઉગાડેલા શાકભાજી, વનસ્પતિનો ઉપયોગ, બાગાયત પ્રત્યે રુચિ)
રાજ્યમાં
પ્રથમવાર નિયમાનુસાર થઇ રહેલા ‘જ્ઞાન સેતુ’ અંતર્ગત MOU અંગે
કેટલીક બાબતો વિષે સમજીએ...
MOU
:
(૧) પ્રાથમિક
અને માધ્યમિક શાળાના શિક્ષકોની વચ્ચે શૈક્ષણિક આદાન પ્રદાન થાય
(જેવી કે પધ્ધતિ,પ્રયુક્તિ અને પ્રવિધિનો વિનિમય).
(૨) પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે મિત્રતા કેળવાય.
(૩) શાળાની એક્સપોઝર મુલાકાતો થાય.
(૪) શૈક્ષણિક પ્રવાસમાં સહભાગીતા થાય,વધે.
(૫) કૈાશલ્ય વિનિમય થાય. (યોગ, સંગીત, વ્યાયામ વગેરે).
(૬) સાધનોની આપ-લે થાય.
(૭) શહેર અને ગ્રામ્ય વિસ્તાર વચ્ચેની ખીણ દૂર કરવી.
·
લાયબ્રેરીના પુસ્તકો
·
રમત-ગમતના સાધનો
·
ગેમ્સ (ઇન્ડોર- આઉટડોર)
·
સામાયિકો-ચંપક,સફારી વગેરે.
·
સંગીતના સાધનો
·
ગણિત કીટના સાધનો
·
વિજ્ઞાન પ્રયોગના સાધનો
·
કોમ્પ્યુટર ગેમ
·
શૈક્ષણિક સીડી અને શૈક્ષણિક
સોફ્ટવેર
(૭) બાળકો પોતાની ચીજવસ્તુની આપ-લે કરતાં થાય. એકબીજાને મદદ કરતાં થાય.
(૮) ટેકનોલોજીનું આદાન-પ્રદાન.
(૯) યોજના
શાળા
પ્રતિનિધિઓની મુલાકાત અને પરિચય
•
જરૂરિયાતોનો સર્વે
•
વાર્ષિક આયોજન
•
શૈક્ષણિક અને સહઅભ્યાસસિક
પ્રવૃત્તિમાં આદાનપ્રદાન
•
રમતોત્સવ,વિજ્ઞાન-ગણિત મંડળ, વિજ્ઞાન-ગણિત પ્રદર્શન અને ભાષા
અને વિષય મંડળોમાં સહયોગ
•
વાલી બેઠકોમાં સહભાગિતા
•
વાર્ષિકોત્સવ તેમજ અન્ય
કાર્યક્રમોમાં સહભાગિતા
•
વિદ્યાર્થીઓ, શિક્ષકો વચ્ચે
પરસ્પર મૈત્રી કેળવવી
એમ.ઓ.યુ. ૩ વર્ષ માટે કરવાના
રહેશે.
કાર્ય પદ્ધતિ:
·
પસંદિત સરકારશ્રીની અનુદાનિત માધ્યમિક કે ઉચ્ચ માધ્યમિક શાળાની નજીકની શાળા સાથે સમજુતી કરાર થશે.
·
સમજુતી કરાર જિલ્લા પ્રાથમિક
શિક્ષણાધિકારી સાહેબશ્રી, આચાર્યશ્રી અને માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળાના સંચાલક કે
આચાર્યશ્રી સાથે થશે.
·
સમજુતી કરાર અર્થાત Memorandum Of
Understanding પહેલાં શાળાના આચાર્યશ્રી સાથે ચર્ચા કરી તેમજ
પોતાના પૂર્વ અનુભવો મુજબ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર્સ ના કૉ. ઓર્ડીનેટર આગામી ત્રણ વર્ષના સમય ગાળામાં પોતાની પ્રાથમિક
શાળા જોવા માંગતા હોય તેવી અપેક્ષિત અપેક્ષાઓ નક્કી કરશે.
·
સમજુતી કરાર અર્થાત Memorandum Of
Understanding મુજબ બંને શાળા વર્ષમાં ઓછામાં ઓછી પાંચ વાર એકબીજાની
શાળામાં જશે અને જ્ઞાન, ટેકનોલોજી, મૂલ્યો, સંબંધ જેવી બાબતોનું આદાન-પ્રદાન કરશે.
માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળાના શિક્ષક અને વિદ્યાર્થીઓ પ્રવેશોત્સવ, ગુણોત્સવ,
ગણિત-વિજ્ઞાન પ્રદર્શનની પૂર્વ તૈયારી
માટે, બાળમેળાના દિવસે, શાળાના વાર્ષિક ઉત્સવના દિવસે પ્રાથમિક શાળામાં મુલાકાત
લેશે. તેવી રીતે પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ માધ્યમિક ઉચ્ચ માધ્યમિક
શાળાના વાર્ષિક ઉત્સવ અને તે સિવાય શાળાના આયોજન મુજબ ગણિત, અંગ્રેજી, પ્રાયોગિક
વિજ્ઞાન, ચિત્ર અને હસ્ત કલા, ટેકનોલોજી જેવા વિષયોને શીખવા-સમજવા તેમજ જાણવાના હેતુથી સમજુતી કરાર કરેલ શાળામાં જશે.
·
આ મુલાકાત પહેલા બંને શાળાના
શિક્ષક-વિદ્યાર્થીઓ સાથે તજજ્ઞો,સ્થાનિક BRCC,CRCC,
આચાર્યશ્રી દ્વારા અપેક્ષિત અપેક્ષાઓ માટે સમજણ કેળવવા સંકલન બેઠક યોજી મુલાકાતનો
હેતુ સમજાવવામાં આવશે. આ સમજણ મુજબ શાળા મુલાકાત યોજાશે.
·
બંને શાળાના શિક્ષક, વિદ્યાર્થીઓને પ્રથમ
દિવસે સાથે રમત રમાડી ભણવા ભેરુ બનાવવાની પ્રવૃત્તિ કરાવવામાં આવશે જેના દ્વારા
સરખા સ્વભાવ, ગમા-અણગમા વાળા મિત્રોનું જૂથ બને.
·
મુલાકાત પછી બંને શાળાના ભાષા શિક્ષક
દ્વારા વિદ્યાર્થીઓ પાસે પોસ્ટકાર્ડ/પત્ર લખી તેમની મુલાકાત દરમિયાન પોતાના
અનુભવોનું વર્ણન કરવામાં આવશે. આ પત્ર લેખન કુનેહપૂર્વક(ચોક્કસ હેતુ સાથે) દર
મહિને બે વાર વિદ્યાર્થીઓના ઘરના સરનામે પત્ર મળે તેવી રીતે શાળાના શિક્ષકે
કરાવવાનું રહેશે જેમાં એક બીજાના અનુભવ, શાળાની પ્રવૃત્તિઓની ચર્ચા વિગેરે લેવી. આ
પત્રો સાચવી રાખવા જણાવવું.
·
વર્ષાંતે પ્રગતિ અહેવાલ શાળાના
આચાર્યશ્રીએ, સાથી શિક્ષકના સહકારથી નિશ્ચિત ફોર્મેટ મુજબ કરવાનો તેમજ એક બીજાની
શાળાને આપવાનો રહેશે.
·
MOU સમય અવધી પૂર્ણ થયાના
અંતે દરેક વિદ્યાર્થીને અનુભવો માટેના પત્રક દ્વારા પ્રોજેક્ટની સફળતા નક્કી
કરવામાં આવશે.
MOU
પૂર્વ તૈયારી:
·
જિલ્લામાંથી ફાળવેલ માધ્યમિક કે ઉચ્ચ
માધ્યમિક શાળાઓ પૈકી પોતાના બ્લોક કે ક્લસ્ટરની શાળાની નજીકની શાળાની પસંદગી કરવી.
·
શાળાના આચાર્યશ્રી અને સ્ટાફ સાથે બેઠક
યોજી ‘સમજૂતીના કરાર’ અર્થાત MOU વિષે માહિતી આપી,
સમજણ સ્પષ્ટ કરી પોતાની માધ્યમિક કે ઉચ્ચ માધ્યમિક શાળા સાથે મેળવવા માંગતી
અપેક્ષાઓ નક્કી કરવી.
·
જિલ્લા કક્ષાએથી સુચના મુજબ પોતાને મળેલ
શાળાના સંચાલકશ્રી કે આચાર્યશ્રીનો સંપર્ક કરી આ અંગે બેઠક યોજવી.
·
સમાજમાં સકારાત્મક વાતાવરણ ઉભું કરવું.
·
જિલ્લા કક્ષાએથી મળેલ વિશેષ સૂચનાઓ, તાલીમ
નું અમલીકરણ કરવું.
‘ગ્રીષ્મોત્સવ’ :
હેતુઓ:
·
બાળકની સર્જનાત્મક શક્તિ અને કલ્પનાત્મક
શક્તિનો વિકાસ
·
સામાજિકતાનો વિકાસ
·
સમય સાથે કદમ મીલાવવું....ગ્રામ્ય અને
શહેરી જીવન વિષે અંતર ઘટાડવું
·
વર્તમાન પ્રવાહોથી જોડાવવું
·
બહુમુખ પ્રતિભાનો વિકાસ કરવો
·
બાળકોનો સર્વાંગીણ વિકાસ કરવો
·
બાળકોમાં રહેલ કૌશલ્યોનો વિકાસ કરવાની તક
આપવી
·
આનંદદાયી વાતાવરણ પૂરું પાડવું
કાર્ય પદ્ધતિ:
·
જે શાળાઓના MOU થવાના
છે એ અને બાગાયત માટે ફાળવેલ છે તે તમામ શાળાઓ સાથે દરેક તાલુકામાં વોલેન્ટરી
ધોરણે પાંચ પાંચ શાળાઓમાં ‘ગ્રીષ્મોત્સવ’ યોજવામાં આવશે.
·
‘ગ્રીષ્મોત્સવ’નો સંભવિત સમયગાળો ૨૧
એપ્રિલ ૨૦૧૫ થી ૨૯ મેં ૨૦૧૫ દરમિયાન સોમવાર થી શુક્રવાર સવાર ૯.૦૦ થી ૧૨.૩૦
દરમિયાન કરવામાં આવશે.
·
‘ગ્રીષ્મોત્સવ’માં ધોરણ ૬ થી ૮ના
વિદ્યાર્થીઓને સમાવવા તેમજ ધોરણ ૧ થી ૫ ના કોઈ વિદ્યાર્થી ભાગ લેવા માંગે તો ભાગ
લેવા દેવો.
·
‘ગ્રીષ્મોત્સવ’ જે શાળામાં યોજાશે તે
શાળાના આચાર્યશ્રી, ગામના કોઈ એક વોલેન્ટિયર સભ્ય, સી.આર.સી કૉ ઓર્ડીનેટર સાથે
જિલ્લા કોર ટીમની બેઠક યોજી ‘ગ્રીષ્મોત્સવ’ અંગે સંપૂર્ણ સમજણ-માર્ગદર્શન આપવામાં
આવશે.
·
‘ગ્રીષ્મોત્સવ’માં ‘Best from Waste’, વોકેશનલ,
ભરત ગુંથણ, કાગળ કામ, ચિત્રકામ, નૃત્ય, નાટક, ફિલ્મ નિદર્શન, રંગોળી, અભિનય કલા,
વકૃતૃત્વ કલા, કાવ્ય લેખન,કાવ્ય પઠન, જીવન કૌશલ્ય આધારિત પ્રવૃત્તિઓ, એક મિનીટમાં
કરી શકાય તેવી પ્રવૃત્તિઓ, મુક્ત વિચાર વ્યક્ત કરવા, માટીકામ, વેસ્ટ પેપરમાંથી બિલ્ડીંગ
બનાવવા,રોબોટિક નમુના બનાવવા, અમર કથાઓ-કોમિક્સ જેવાં પુસ્તકોનું વાંચન, જેવી
પ્રવૃત્તિઓ કરવામાં આવશે. સીધી શૈક્ષણિક પ્રવૃત્તિ ન કરાવવી. બાળ આનંદ સાથે મૂલ્ય
શિક્ષણ એ ગ્રીષ્મોત્સવનો મુખ્ય અને એક માત્ર હેતુ છે તે ધ્યાન રાખવું.
·
ગ્રામજનો દ્વારા બનાવવામાં આવેલ ભાતીગળ
વસ્તુઓ અને વિદ્યાર્થીઓએ ‘ગ્રીષ્મોત્સવ’ દરમિયાન બનાવેલ નમૂનાઓનું પ્રદર્શન ગામના સખી મંડળના સહકારથી કરવામાં
આવશે.
·
ઘડિયા ગાન તેમજ રોજ ઓછામાં ઓછા વીશ (૨૦)
અંગ્રેજી સરળ-દૈનિક જીવનમાં ઉપયોગી શબ્દાર્થ (Spelling) શીખવવા
પ્રયત્ન કરવાનો રહેશે.
·
શાળા કક્ષાએ ડોક્યુમેન્ટેશન તૈયાર કરવાનું
રહેશે.
ધ્યાનમાં રાખવાની બાબતો:
·
પ્રવૃત્તિઓનું લીસ્ટ તૈયાર કરવું
·
વોલેન્ટિયર તૈયાર કરવાં
·
જરૂરી સામગ્રી એકઠી કરવી.
·
ફ્રેમવર્ક મુજબ આયોજન હાથ ધરવું.
·
ગ્રામકક્ષાએ, વાલીઓ, વિદ્યાર્થીઓને
માહિતગાર કરવાં, સાચો હેતુ સમજાવવો
·
ગામમાંથી જે તે પ્રવૃત્તિના નિષ્ણાત,
એવોર્ડ વિજેતા શિક્ષક, શિક્ષણવિદ, પરંપરાગત વ્યવસાયકાર વિગેરેને શોધી કામમાં
સહભાગી બનાવવા.
·
આજુબાજુના ઐતિહાસિક સ્થળો, જોવાલાયક
સ્થળોની એક્ષ્પોઝર વિઝીટ ગોઠવવી.
·
બાળકોના રીફ્રેશમેન્ટ માટે લોક સહયોગ,
મધ્યાહન ભોજન માટે વ્યવસ્થા કરવી.
·
જરૂરી સંદર્ભ સાહિત્ય, તેમજ આયોજન મુજબના સાધનો એકઠા કરવાં
·
રોજનાકામની જવાબદારીની વહેંચણી કરવી.
·
જિલ્લા/તાલુકા કક્ષાએ સંકલન બેઠક યોજવી.
શું ન કરવું, શું કરવું :
·
બાળકોને સીધું કાઈ ભણાવી દેવાનું આયોજન ન
કરવું જેમકે, અંગ્રેજી સ્પેલિંગ લખાવવા, દાખલા ગણાવવા વિગેરે
·
બાળક માટે કોઈ પાબંધી ન રાખવી
·
બાળકની અનિચ્છાએ કોઈ પ્રવૃત્તિ ન કરાવવી
·
બાળક તમામ પ્રવૃત્તિ કરે તેવો આગ્રહ ન
રાખવો, બાળક ની પ્રવૃત્તિ માટે રુચિ કેળવાય તે જોવું
·
બાળકની સહભાગિતા માટે વાતાવરણ સર્જવું.
·
બાળકને મુક્ત બનાવી કામમાં સહભાગી બનાવવો.
·
બાળકને મજા(આનંદ) આવે તેવું વાતાવરણ
નિર્માણ કરવું.
બાગાયત :
શાળામાં વેજીટેબલ ગાર્ડન અને ઔષધીય બાગ
હેતુઓ :
· શાળામાં મધ્યાહન ભોજનમાં બાળકોને આરોગ્યપ્રદ તથા સાત્વિક શાકભાજી મળી
રહે.
·
બાળકોને શ્રમનું શિક્ષણ મળે.
·
બાગાયત અને કૃષિ વિષયક જ્ઞાનમાં વૃદ્ધિ.
·
પર્યાવરણ શિક્ષણ.
·
વિવિધ વનસ્પતિઓના ઔષધીય ઉપયોગોની માહિતી મેળવશે.
કાર્ય
પદ્ધતિ:
·
શાળાનું પ્રાંગણ હરિયાળું બને તેવું આયોજન
હાથ ધરવું.
·
કિચન ગાર્ડન દ્વારા શાળામાં ઋતુ મુજબ
શાકભાજી વાવવા, અને તેનો મધ્યાહન ભોજનમા ઉપયોગ કરવો.
·
ઔષધીય વનસ્પતિ, ઔષધીય છોડવા, વ્રુક્ષોનું
વાવેતર અને જતન કરવું તેમજ ગ્રામ જનો-વિદ્યાર્થીઓ ઉપયોગ કરે તે માટે સમજણ કેળવવી.
·
વિદ્યાર્થીઓને બાગાયત કાર્ય માટે
પ્રોત્સાહિત કરવાં.
·
બાગાયત ૨૧ એપ્રિલ ૨૦૧૫ થી શરુ કરવું. આ
સમયે વાવણી માટે જમીન તૈયાર કરાવવી, કેવાં પ્રકારના છોડવા-વનસ્પતિ વાવવા તેમજ
ક્યાંથી લાવવા વિગેરેનું આયોજન હાથ ધરવું.
·
પ્રથમ વરસાદ પછી વાવેતર હાથ ધરી બાગાયત
કામ કરવું.
·
બાગાયતમાં વિદ્યાર્થીઓને જોડવા.
શું
વાવી શકાય?
ચોમાસું શાકભાજી
દુધી ટીંડોળા
તુરીયા તુવર
ગલકા ચોળા
ભીંડા ગુવાર
પરવર
શિયાળુ
શાકભાજી :
રીંગણ ટામેટા
મેથી મરચાં
પાલખ કોથમીર
ગાજર બીટ
વટાણા આદુ
ઔષધીય વનસ્પતિઓ:
નગોડ અરડુસી
તુલસી કુંવારપાઠું
આદુ બ્રાહ્મી
શંખપુષ્પી શતાવરી
અશ્વગંધા જીવંતી
અર્જુન ગરમાળો
હરડે બહેડા
આમલા બીલી
ઉંબરો કરંજ
કાંચનાર અશોક
શું ન વાવી શકાય ?
ચણોઠી કુવેશ
રતનજ્યોત આકડો
ધતુરો નેપાળો
કરવાની તૈયારીઓ :
ü શાળા
કક્ષાએ સારી જાતની માટી લાવી તપાવી રાખવી અથવા જ્યાં શાકભાજીનું વાવેતર કરવાનું
હોય ત્યાં ખેડ કરી તે જમીન ને તપવા દેવી.
ü તે
જમીનમાં છાણીયું અથવા સેન્દ્રિય ખાતર ભેળવી રાખવું .
ü પ્રથમ
વરસાદ થયે અથવા પાણીની સગવડ હોય તો ચોમાસા પહેલાં વેકેશનમાં સારી જાતના બી લાવી
યોગ્ય અંતરે વાવીને ઉગાડી રાખવા
ü ઔષધીય
વનસ્પતિઓ ના રોપ તૈયાર કરવાના હોય તો ઉપર પ્રમાણે માટીમાં ખાતર ભેળવીને તેને
પોલીથીનની કોથળીમાં ભરી તેમાં બીજ વાવી ચોમાસા પહેલાં ઉગાડી ને તૈયાર રાખવા.
શાળા પાસે શું હોવું
જોઈએ ...?
ભૌતિક
સગવડ
ü પુરતી
જમીન
ü પાણીની
સગવડ
ü શાળા
ફરતે મજબુત વરંડો
ü પશુઓથી
વનસ્પતિને બચાવવા બંધ થઇ શકે તેવો મજબૂત દરવાજો.
સાવચેતીઓ ......
·
શાળામાં શાકભાજીનું કે ઔષધીય વનસ્પતિનું
વાવેતર કર્યા પછી રખડતા ઢોરોથી રક્ષણ માટે શાળાએ ગામમાંથી સરપંચશ્રી ,એસ.એમ.સીના
સભ્યો,આંગણવાડી કાર્યકર,અન્ય
સામાજિક કાર્યકરોનો સહકાર લેવો.
·
સમયસર નિંદામણ દુર કરવું .
·
સમયસર અને માપસર પાણી આપવું.
·
શાકભાજી પાકોમાં રોગોનો ઉપદ્રવ વધુ હોય છે
જેથી અગાઉથી સાવચેતીના પગલા લેવા
લીંબોળી ,તમાકુ,
ગૌમુત્ર,રાખ,પૂર્વ
તૈયારી રૂપે સંઘરી રાખવા.
શિક્ષક.....વિદ્યાર્થીનાં કાર્યો
·
પૂર્વ આયોજન રૂપે માર્ચ માસના અંતમાં અથવા
એપ્રિલની શરૂઆતમાં વિદ્યાર્થીઓની જરૂરીયાત મુજબ ટુકડી બનાવી રાખવી.
·
એપ્રિલના પાછળના અઠવાડિયામાં સ્થાનિક
કક્ષાએ ઉપલબ્ધ સામગ્રી એકઠી કરાવશે.(ખાતર,બિયારણ,નાનાં
સાધનો,ગૌમુત્ર,રાખ
વગેરે)
·
અનુભવી ખેડૂતની સલાહ/માર્ગદર્શન
વિદ્યાર્થીઓને મળે તે માટેની વ્યવસ્થા કરશે.
·
સ્થાનિક કક્ષાએ કોઈ કૃષિ નિષ્ણાત હોય તો
તેમનો સંપર્ક કરી તેઓની આ સમયગાળાની ઉપસ્થિતિ પ્રમાણે તેમનું માર્ગદર્શન
મેળવશે
વિદ્યાર્થીઓ .... શું મેળવશે?
·
શ્રમ દ્વારા શિક્ષણ
·
આરોગ્યપ્રદ શાકભાજી
·
સજીવ ખેતી
·
બિન હાનિકારક જંતુનાશકની બનાવટો અને ઉપયોગ
·
સરળ પર્યાવરણ શિક્ષણ
·
સમૂહ જીવનના પાઠ
·
પ્રકૃતિ સાથે તાદાત્મ્ય.
‘આપણે જ
સેતુ બનીએ....આપણી આવતી કાલ માટે...’