Wednesday 16 September 2009

મોર બની થનગાટ કરે

મોર બની થનગાટ કરે
મોર બની થનગાટ કરે
મન મોર બની થનગાટ કરે.
ઘનઘોર ઝરે ચહું ઑર, મારું મન મોર બની થનગાટ કરે
બહુરંગ ઉમંગનાં પીંછ પસારીને
બાદલસું નિજ નેનન ધારીને
મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલસાદ કરે.
મન મોર બની થનગાટ કરે
ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે.
નવે ધાન ભરી સારી સીમ ઝૂલે
નદીયું નવજોબન ભાન ભૂલે,,
નવ દીન કપોતની પાંખ ખૂલે.
મધરા મધરા મલકાઇને મેડક મેહસું નેહસું બાત કરે.
ગગને ગગને ગુમરાઇને પગલ મેઘઘટા ગરજાટ ભરે
નવ મેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે
મારાં લોચનમાં મદઘેન ભરે.
વન-છાંય તણે હરિયાળી પરે
મારો આતમ લહેર-બિછાત કરેસચરાચર શ્યામલ ભાત ધરે.
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઇ સારી વનરાઇ પરે,
ઓ રે! મેઘ આષાઢીલો આજ મારે દોય નેન નીલાંજન-ઘેન ભરે.
ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ-મહોલ અટારી પરે
ઊંચી મેઘ-મહોલ અટારી પરે!
અને ચાકમચૂર બે ઉર પરે
પચરંગીન બાદલ-પાલવડેકરી આડશ કોણ ઊભેલ અરે!
ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે,
ઓલી કોણ પયોધર સંઘરતી વીખરેલ લટે ખડી મે’લ પરે!
નદી-તીર કેરાં કૂણા ઘાસ પરે પનિહાર એ કોણ વિચાર કરે,
પટકૂળ નવે પાણી-ઘાટ પરે!
એની સૂનમાં મીટ સમાઇ રહી,
એની ગાગર નીર તણાઇ રહી,
એને ઘેર જવા દરકાર નહીં.
મુખ માલતીફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે!
પનિહાર નવે શણગાર નદી કેરે તીર ગંભીર વિચાર કરે!
ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે!
ચકચૂર બની ફૂલ-ડાળ પરે!
વીખરેલ અંબોડાના વાળ ઝૂલે,
દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે,
શિર ઉપર ફૂલ-ઝકોળ ઝરે.
એની ઘાયલ દેહના છાયલ-છેડલા આભ ઊડી ફરકાટ કરે,
કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે!
બની થનગાટ કરે
આજે મોર બની થનગાટ
મોર બની થનગાટ કરે.
તમરાંને સ્વરે કાળી રાત ધ્રૂજે,
નવ બાદલને ઉર આગ બૂઝે,
નદીપૂર જાણે વનરાજ ગ્રુંજે.
હડૂડાટ કરી, સારી સીમ ભરી,સરિતા અડી ગામની દેવડીએ,
ઘનઘોર ઝરે ચહું ઑર, મારું મન મોર બની થનગાટ કરે.
મન મોર બની થનગાટ કરે.
રવીન્દ્રનાથના ‘નવવર્ષા’ પરથીઝવેરચંદ મેઘાણી

Tuesday 15 September 2009

Why A Student FailS ?

Why A Student FailS ?

It's not the fault of the student if he fails, because the year has ONLY 365' days.Typical academic year for a student.

1. Sundays-52,Sundays in a year, you know Sundays are for rest.Days left 313.

2. Summer holidays-50 where weather is very hot and difficult to study.Days left 263..

3. 8 hours daily sleep-means 130 days.

Days left 141..

4. 1 hour for daily playing-(good for health) means 15 days.Days left 126.

5. 2 hours daily for food & other delicacies(chew properly & eat)-means 30days.

Days left 96.

6. 1 hour for talking (man is a social animal)-means 15 days !Days left 81.

7. Exam days per year atleast 35 days.Days left 46.

8. Quarterly, Half yearly and festival (holidays)-40 days.Balance 6 days.

9. For sickness atleast 3 days.Remaining days 3.

10. Movies and functions atleast 2 days.1 day left.11. That 1 day is your birthday. "How can you study at that day?

"Balance days 0"

How can a student PASS???

Free life


બંધન પણ મુકત હોવાં જોઇએ

રાષ્ટ્રની લોકશાહી કરતાં પણ વધુ મહત્ત્વની છે દરેક વ્યકતિની અંગત લોકશાહી. આ લોકશાહી પરિવારે, તેના પ્રત્યેક સભ્યએ એકબીજાને સ્વતંત્રતા આપીને સ્થાપવી જોઇએ.
દિશાહીન હોને દો—દિશાહીન હોને દોનપે તુલે કદમોં સે,
લગે બંધે રસ્તો પર ચલના અબ દુષ્કર હૈતો કલ કે યા પરસોં કે અનુબંધો કો તોડોઅંતર કી ઘાટી સે આતા અબ યહ સ્વર હૈ,
પ્રાણો કો અંતરમન કે આધિન હો દો,દિશાહીન હોને દો—
કયા હોગા સબ પાકર,
પાકર ભી સબ ખોના હૈફિર કયોં ઇતના તનાવ,
જો હોના સો હોના હૈયોં ડર-ડર કે જીના કયા,
ચૂપ-ચૂપ વિષ પીના કયાએક બાર તય કર લો,
જો હોતા સો હોને દોદિશાહીન હોને દો—
કવયિત્રી પ્રભા ઠાકુરની ઉપરની રચના એટલા માટે સ્પર્શે છે કે તેમાં સત્ય છે, વેધકતા છે, સચોટતા છે. માનવી સદા મુક્તિની ઝંખના કરતો રહે છે અને નવાઇની વાત એ છે કે માનવી પોતે જ પોતાને બાંધતો રહે છે, જેમાં સમયનાં વહેણો સાથે જીવન જ એવું થઇ જાય છે કે એક તબક્કે સૌને એવું લાગે કે — બંધાયા નથી હોતા તેમ છતાં/ એમ થયા કરે કે/ છટકીને કયાંક ભાગી જઇએ.
હકીકતમાં માનવી જન્મે છે ત્યારથી તેના પર બંધનોનો વરસાદ શરૂ થઇ જાય છે. બાળપણમાં ‘પરીક્ષામાં આટલા ટકા તો આવવા જ જોઇએ’થી શરૂ થઈને યુવાનીમાં ‘અમે બતાવીએ એ જ છોકરા સાથે પરણવું જોઇએ’ સુધી બંધનો લદાયા કરે.
લગ્ન પછી પતિ પત્ની પર બંધનો લાદે છે ને વળી પત્ની પતિ પર. આમ બન્ને સંબંધની ગાંઠને બંધનોથી એટલી બધી બાંધી દે છે કે બન્નેને મુક્તિની ઝંખના થયા કરે છે. કરુણતા એ છે કે બન્ને ઘણીવાર પોતાનાં બંધનો પ્રત્યે સભાન પણ હોતાં નથી, ખબર પણ હોતી નથી. તેમણે તો એને રિવાજ જ માની લીધો હોય છે.
બંધનોની પરંપરા તો માનવીના જીવનમાં વિવિધ તબક્કે ચાલતી જ રહે છે. નોકરીમાં માનવીને તેનો બોસ કે માલિક બાંધે છે. ધંધામાં માણસને હરીફાઇ અને વધુને વધુ નફાનો લોભ બાંધી રાખે છે. સરકારી અમલદારો નાગરિકોને સતાવીને બંધનમાં રાખે છે અને મુક્તિ આપીને રોકડી કરી લે છે. સાધુઓ, કથિત ધર્મગુરુઓ બાવાઓ ને બાપાઓ ભકતો-શિષ્યોને કહેવાતી શ્રદ્ધામાં બાંધી રાખે છે, જે ખરેખર તો મુક્તિ અને મોક્ષ અપાવવાના નામે ઊભી કરાયેલી હોય છે.
જીવનનો આ કદાચ સૌથી મોટો વિરોધાભાસ છે કે આપણને સૌને મુક્તિ અને મોકળાશની ઝંખના છે અને આપણે સતત બીજાઓ તેમ જ પોતાની માટે બંધનો ઊભાં કરતા રહીએ છીએ. ‘હા, હું બંધનમાં રહું છું તો તેને કેમ મુક્ત રહેવા દઉં?’
એવા ભાવ સાથે આપણે - માનવસમાજે બંધનોની એવી હારમાળા રચી દીધી છે કે માનવી છેવટ સુધી તેમાંથી બહાર નીકળવા મથતો રહે છે. આવું વર્ષોથી ચાલતું આવ્યું છે તેથી મોટેભાગે તો બંધનમાં જીવતી વ્યકતિને પોતાની આ ગુલામીનો ખ્યાલ પણ હોતો નથી અથવા તો એમ પણ કહી શકાય કે બંધન જ માનવીના અસ્તિત્વનું સાક્ષી બની રહે છે. તેથી જ શાયર ફૈઝ અહેમદ ફૈઝે લખ્યું છે - યું ભી અપને હોને કા પતા દેતે હૈ/ અપની ઝંઝિર હિલા દેતે હૈ.
સમાજ, ફરજ, કર્તવ્ય, ધર્મ, જ્ઞાતિથી માંડી વ્યકતિગત સ્વભાવ અને છેલ્લે માનવીનો પોતાનો ‘હું.’ એ બધાં પોતાને અને બીજાને બાંધતા રહે છે. દરેક પ્રકારનાં બંધનને આપણે ઇરછા-અનિરછાએ કે જાણતા-અજાણતા સ્વીકારી લેતા હોઇએ છીએ.
પછી જિંદગીભર આપણને એ બંધનમાંથી મુક્તિ મેળવવાની ઇરછા થતી રહે છે. અહીં મારા ‘હું’ પર લખાઇ ગયેલી એક સ્વરચિત કòતિ યાદ આવે છે. ‘હું’ પણ એક બંધન જ છે દરેક માટે. આપણે ‘હું’થી મુકત થઇ જઇએ તો ય ભયો-ભયો.બુદ્ધની જેમ મહાભિનિષ્ક્રમણ કરવાની/ મને પણ/ ઘણીવાર ઇરછા થાય છે/ પણ હું તો રાત્રે જાગીને/ બાથરૂમ જઇ, ફરી સૂઇ જાઉં છું.
રસ્તા પરથી લઇ જવાતાં શબને જોઇ/ મને પણ/ મહાવીરની જેમ પ્રશ્ન થાય છે, મૃત્યુ વિષે/ કિંતુ હું તો ઘરે જઇ ટીવી સિરિયલ/ ‘કહાની ઘર-ઘર કી’ જોવા બેસી જાઉં છું.એકઝેકટલી સોક્રેટીસની જેમ મને ઘણીવાર થઇ જાય છે જ્ઞાન/ કે હું છું કેટલો અજ્ઞાની પરંતુ પછી મારી જાતને જ ગેરમાર્ગે દોરી/ બધું ભૂલી જાઉં છું.
હું કોણ છું? શું છું? શા માટે છું?/ એવા સવાલો તો મને વર્ષોથી થાય છે/ પરંતુ ‘હું’ થી છૂટી શકું તો/ બુદ્ધ, મહાવીર, મીરા, કબીર કે સોક્રેટીસ સુધી પહોંચી શકું,પણ મારા જ ‘હું’ માં ઊગીને પછી/ મારા જ ‘હું’માં ડૂબી જાઉં છું.તો કરવું શું? તમામ બંધન ખોટાં કે બિનજરૂરી છે તેમ કહેવું વાજબી નથી, પરંતુ મારી દ્રષ્ટિએ બંધન પણ મુકત હોવાં જોઇએ.
જરા વિચિત્ર લાગશે, પણ બંધન બાંઘ્યા પછી વ્યકતિ પોતાની સાથે સંકળાયેલા તમામ સંબંધોને પોતાની સ્પેસ આપી શકે છે. તેને વાતેવાતે વિવિધ નિમિત્ત બનાવી બાંધવાને બદલે મુક્તિનો અહેસાસ કરાવી શકે છે. ‘તમારે આમ કરવું જ પડશે’ એમ કહેવાને બદલે ‘તમને અનુકૂળ હોય તો આમ કરજો’ એવું વિધાન સામેની વ્યકતિને બાંધીને પણ મુક્તિનો અહેસાસ કરાવી શકે છે.
મારી દ્રષ્ટિએ દરેક રાષ્ટ્રની લોકશાહી કરતા પણ વધુ મહત્ત્વની છે દરેક વ્યકતિની અંગત લોકશાહી. આ લોકશાહી પરિવારે, તેના પ્રત્યેક સભ્યએ એકબીજાને સ્વતંત્રતા આપીને સ્થાપવી જોઇએ. એક પરિપકવતા સાથે આવી લોકશાહી અને સ્વતંત્રતા રચાવી જોઇએ.
દરેક વ્યકતિએ આ યુગમાં એટલી જાગૃતિ કેળવવી જરૂરી છે કે તે પોતાની આસપાસના સ્વજનો, પ્રિયજનો, મિત્રો સંબંધીઓ સૌને બંધનનો અહેસાસ ન કરાવીને મોકળાશ આપે. મુક્તિની લાગણી આપે. યાદ રહે, જયાં આવી સમજ હશે ત્યાં સંબંધો વધુ ગહન અને સુમેળભર્યા તેમ જ સુમધુર બનતા જશે. આ ઉપરાંત તેમાં કાયમ એકબીજા પ્રત્યેના આદર અને વિશ્વાસ હશે.
કેટલીક નાની-નાની વાતોનું મહત્ત્વ ખૂબ મોટું હોય છે. આપણા ઘરમાં પરિવારજનોને તેમની સ્પેસ આપીશું તો જ આપણને ખ્યાલ આવશે કે મુક્તિનો અહેસાસ કેવો છે. આ તો એક નાની-શી શરૂઆત હશે, કિંતુ આપણે આખરે તો પોતાના સુધી પહોંચવાનું રહેશે, કેમ કે બધાંની મુક્તિ પછી પણ મોટેભાગે વ્યકતિ પોતાના ‘હું’માં અટવાયેલી હોય છે.
અર્થાત્ વ્યકતિએ સૌપ્રથમ મુક્તિની શરૂઆત ‘સ્વ’થી કરવી જોઇએ. અમે અહીં આ વખતે ‘ધનલાભ’ને બદલે ‘મનલાભ’ની વાત કરી છે. આખરે માનવીની ખરી મુક્તિ જ તેની ખરી સંપત્તિ બની શકે છે. તેથી સૌને પોતાની હૃદયગમતી મુક્તિ મળે એવી પ્રાર્થના કરીએ છીએ.

Sunday 13 September 2009

CRC ONE DAY TRAINING

સર્વ શિક્ષા અભિયાન મિશન

સર્વ શિક્ષા અભિયાન મિશન અંતર્ગત સેવાકાલીન તાલીમના ભાગરૂપે માસિક બેઠક યોજવામાં આવી રહી છે. આ બેઠક દરમિયાન શિક્ષકો માસ દરમિયાન વર્ગકાર્યમાં અનુભવાતી મુશ્કેલીનું નિરાકરણ કરી શકે છે. તારીખ ૧૧/૯/૨૦૦૯ ના રોજ ધોરણ ૩/૪ ના બાળકોની ભાગાકાર વિષેની મૂંઝવણની ચર્ચા કરતા દ્રશ્યમાન છે.