મોર બની થનગાટ કરે
મોર બની થનગાટ કરે
મન મોર બની થનગાટ કરે.
ઘનઘોર ઝરે ચહું ઑર, મારું મન મોર બની થનગાટ કરે
બહુરંગ ઉમંગનાં પીંછ પસારીને
બાદલસું નિજ નેનન ધારીને
મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલસાદ કરે.
મન મોર બની થનગાટ કરે
ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે.
નવે ધાન ભરી સારી સીમ ઝૂલે
નદીયું નવજોબન ભાન ભૂલે,,
નવ દીન કપોતની પાંખ ખૂલે.
મધરા મધરા મલકાઇને મેડક મેહસું નેહસું બાત કરે.
ગગને ગગને ગુમરાઇને પગલ મેઘઘટા ગરજાટ ભરે
નવ મેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે
મારાં લોચનમાં મદઘેન ભરે.
વન-છાંય તણે હરિયાળી પરે
મારો આતમ લહેર-બિછાત કરેસચરાચર શ્યામલ ભાત ધરે.
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઇ સારી વનરાઇ પરે,
ઓ રે! મેઘ આષાઢીલો આજ મારે દોય નેન નીલાંજન-ઘેન ભરે.
ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ-મહોલ અટારી પરે
ઊંચી મેઘ-મહોલ અટારી પરે!
અને ચાકમચૂર બે ઉર પરે
પચરંગીન બાદલ-પાલવડેકરી આડશ કોણ ઊભેલ અરે!
ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે,
ઓલી કોણ પયોધર સંઘરતી વીખરેલ લટે ખડી મે’લ પરે!
નદી-તીર કેરાં કૂણા ઘાસ પરે પનિહાર એ કોણ વિચાર કરે,
પટકૂળ નવે પાણી-ઘાટ પરે!
એની સૂનમાં મીટ સમાઇ રહી,
એની ગાગર નીર તણાઇ રહી,
એને ઘેર જવા દરકાર નહીં.
મુખ માલતીફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે!
પનિહાર નવે શણગાર નદી કેરે તીર ગંભીર વિચાર કરે!
ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે!
ચકચૂર બની ફૂલ-ડાળ પરે!
વીખરેલ અંબોડાના વાળ ઝૂલે,
દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે,
શિર ઉપર ફૂલ-ઝકોળ ઝરે.
એની ઘાયલ દેહના છાયલ-છેડલા આભ ઊડી ફરકાટ કરે,
કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે!
બની થનગાટ કરે
આજે મોર બની થનગાટ
મોર બની થનગાટ કરે.
તમરાંને સ્વરે કાળી રાત ધ્રૂજે,
નવ બાદલને ઉર આગ બૂઝે,
નદીપૂર જાણે વનરાજ ગ્રુંજે.
હડૂડાટ કરી, સારી સીમ ભરી,સરિતા અડી ગામની દેવડીએ,
ઘનઘોર ઝરે ચહું ઑર, મારું મન મોર બની થનગાટ કરે.
મન મોર બની થનગાટ કરે.
રવીન્દ્રનાથના ‘નવવર્ષા’ પરથીઝવેરચંદ મેઘાણી
2 comments:
Interesting post... I can see that you put a lot of hard work on your blog. I'm sure I'd visit here more often.
George,
bani.
hi,thanks 4 your compli. hope 2 meet u some time in future.save nature 4 future.thanks
bhaveshpandya2008@gmail.com
Post a Comment