Saturday, 6 February 2010

ઉપચારાત્મક કાર્ય

સર્વ શિક્ષા અભિયાન મિશન, ગાંધીનગર દ્વારા મિશન મોડ થી અત્યારે રાજ્યની તમામ શાળાઓમાં ગુણોત્સવ બાદ ઉપચારાત્મક વર્ગ ચલાવવામાં આવી રહ્યા છે. અહી કેટલીક પ્રવુત્તિઓ, રમતો દ્વારા વિદ્યાર્થીઓને પ્રવુત્તિઓ, આનંદ સાથે સરળતાથી શીખવી શકશે. આ વર્ગ માટે જ અત્યાર સુન્ધીના વર્ગો કરતાં અલગ છે-પ્રવુત્તિ સાથે જ શિક્ષણ કાર્ય કરવું જેથી વિદ્યાર્થીઓં અનુભવ દ્વારા આત્મસાત કરી શકે. આપ પણ અહી આપેલ કેટલીક રમતો આપના વર્ગમાં રમાડી શકો છો.

Enjoy it……Have a fun…..

વાચન

મૂળાક્ષર કાર્ડ બનાવવા:

૧. એક તોપલીની અંદર મૂળાક્ષર કાર્ડ મૂકવા. કોઈ એક વિદ્યાર્થીને કહેવું કે ટોપલીમાંથી કોઈ

મૂળાક્ષર દા.ત. ‘ક’ મૂળાક્ષર શોધી બતાવ. કાર્ડમાંથી કહેવામાં આવેલ મૂળાક્ષર શોધી સદા

શબ્દો બનાવવા કહેવું.

૨. વિદ્યાર્થીઓને વર્તુળમાં બેસાડવા.ત્યારબાદ દરેક બાળકને મૂળાક્ષર કાર્ડ આપી કોઈ બાળકને

પોતાના સ્થાન પર ઊભાકારી પોતાનું કાર્ડ વાંચવા કહેવું.કાર્ડ વાંચ્યા પછી વાંચનાર બાળક

બીજા બાળકને ટાપાલી મારશે.જે બાળકને ટાપલી મારવામાં આવે તે બાળક પોતાના સ્થાન પર

ઊભા થઇ પોતાનું કાર્ડ વંચાશે. આવીરીતે રમત આગળ વધારવી. ભૂલ પડે ત્યાં બાળકને શિક્ષક

સુધારશે.

૩. બધા બાળકોને પીન વડે મૂળાક્ષર કાર્ડ શર્ટ પર ભરાવવા. એક પછી એક વિદ્યાર્થીને પોતાના

સ્થાન પર ઊભા કરી શબ્દો વંચાવવા. દા.ત.: મણ, નમ, ભગત,રમત, વિગેરે...

૪. રતન વીણો: શિક્ષક મૂળાક્ષર લખેલ કાર્ડ ઉડાડશે.બાળકો વિનાશે.દરેક બાળક પોતાની પાસે

આવેલ શબ્દને વાંચશે...બોર્ડ પર લખશે.

૫. છેલ્લા મૂળાક્ષરથી શબ્દ વાચન : બ્લેક બોર્ડ પર શબ્દ લખવો. વિદ્યાર્થી પાસે છેલ્લા મૂળાક્ષર

પાસેથી વાંચન કરાવવું. દા.ત. તારા, લગા, કના, દવા,ગામ.

૬. શબ્દ અત્યાક્ષારી રમાડવી:

દા.ત. : શકરી...રીમ...મગજ...જગ...જગત ....ગમ્મત...તરસ...સરસ...સાકર

નોધ : ધોરણ – ૧ ગુજરાતીના પુસ્તકના પેજ નંબર – ૨૬ ની રમત રમાડવી

લેખન :

૧. શબ્દ કાર્ડ પર પોલા મૂળાક્ષર લખવા. મૂળાક્ષર પર રેતીથી અક્ષર લેખન અને શબ્દ લેખન

કરાવી શકાય.રેતી પર ફેવિકોલ કે ગમ ન લગાવવું જેથી કાર્ડ અને રેતીનો ઉપયોગ કરી

શકાય.

૨. ચિત્ર, મૂર્ત કે અમૂર્ત વસ્તુ બતાવી બતાવેલ શબ્દ લખાવવા. દા.ત. પોપટ, ચકલી, ટેબલ, માગ,

જગ....આવા શબ્દો બ્લેક બોર્ડ પર લખી બાળકને આપેલ શબ્દકાર્ડમાં એ શબ્દ છે કે નહિ તે

શોધવા કહેવું.

૩. થર્મોકોલ અને વેલ્ક્રોની મદદથી શબ્દ પટ્ટી બનાવવી. થર્મોકોલની સીટ પર સફેદ કાગળ

વાળા શબ્દનો કાગળ ચોટાડવા. આવી રીતે આઠ થી દસ શબ્દ બનાવવા.દા.ત ચકલી ચણે

છે.

થર્મોકોલના પાસા બનાવવા.ચારેય બાજુ મૂળાક્ષર લખી નાંખવા.પાસા નાખવા.જે મૂળાક્ષર

બાળક પાસે લખાવવા.

નોધ : ધોરણ – ૧ ગુજરાતીના પુસ્તકના પેજ નંબર – ૪૫ આપેલ સમજ

આધારિત રેતમાં અક્ષર લખાવી બાળક પાસે મહાવરો કરાવવો.

ગણન

૧. નાની મોટી વસ્તુ માટે બે માળા બનાવવી. (માટી કે પ્લાસ્ટીકના મણકા નો ઉપયોગ કરી

શકાય.)

૨. દીવાસળીની સળીના દસ દસના રબ્બર લગાવી આઠ-દશ ઝૂમખાં બનાવવા. સ્થાન કિંમત

ઓળખ કરાવવી.

૪. બાકસના ખોખા ઉપર અંકો લખવા.ત્યારબાદ ... કચુકા, લખોટી, મણકા, ટીલડી, કાગળના

ચાંલ્લા... જેવી મૂર્ત વસ્તુનો ઢગલો કરવો. જે બાકસ પર જે શબ્દ લખ્યો હોય તે સંખ્યા

ગણીને બાકસની અંદર વસ્તુ ભરવી. કેટલી વસ્તુ, કયા પ્રકારની વસ્તુ બકાસમાં સમાવી

શકાય તે વિદ્યાર્થીને નક્કી કરવા દેવું જેથી નાની-મોટી સંખ્યા વિશે, માપ વિશે સમજી શકે...

૫. રતન વીણો : રંગીન કાગળના બિલ્લા બનાવવા.જે પૈકીના કોઈ રંગના બિલ્લા પર ૧૦ લખવા

બાકીના બિલ્લા પર અલગ અલગ અંક લખવા. બિલ્લાઓને વિદ્યાર્થીઓ વચ્ચે ઉછાળવા. જે

બાળકના હાથમાં બિલ્લા આવે તેની ગણતરી કરાવવી. કોણ વધારે બિલ્લા લઇ ઝડપી

ગણતરી કરે તે વિદ્યાર્થીઓંને તાળીથી સન્માનવા. આમ સરવાળા- બાદબાકી-ગુણાકાર-

ભાગાકાર કરાવી શકાય.

૬. ગંજીપાના ના ઉપયોગથી દાણ ગણાવવા.

૭. અંકોના ચોરસ કે ગોળ બિલ્લા બનાવી સંખ્યા બનાવવી.

૮. બાળકોના જૂથ, લાખોતીઓંના જૂથ, અન્ય મૂર્ત વસ્તુઓંના જૂથ બનાવી ગુણાકારની સમજ

આપવી.

૯. વિદ્યાર્થીઓંને વર્તુળમાં બેસાડવા. દરેક વિદ્યાર્થીને અંક કાર્ડ, શબ્દ કાર્ડ, મૂળાક્ષર કાર્ડ,

સરવાળા, બાદબાકી,ગુણાકાર, ભાગાકાર લખેલ કાર્ડ આપવા. હવાનો હલકો બોલ કે કોઈ વસ્તુ

એક વિદ્યાર્થીના હાથમાં આપવી. ખંજરી કે ઢોલક વગાડવું. જ્યાં સુંધી અવાજ આવે ત્યાં સુંધી

વસ્તુ વિદ્યાર્થી પાસેના વિદ્યાર્થીને આપી પસાર કરવી. અવાજ બંધ થતા જેના પાસે આપવામાં

આવેલ વસ્તુ અટકે તે વિદ્યાર્થી પોતાના કાર્ડ પ્રવુત્તિ કરશે. જેમકે શબ્દ કાર્ડ હોય તો શબ્દ

વાંચી બોર્ડમાંલખાશે, ગણતરીના કાર્ડ હોય તો કાર્ડમાં દર્શાવેલ સંખ્યા-રકમ વાંચી બોર્ડ પર

ગણતરી કરશે. દરરોજ છેલ્લી વીસ મીનીટ આ કાર્ય દ્વારા દ્રઢીકરણ કરવું.

૧૦. ત્રણ કુંડાળા બનાવવા. દુરથી બાળકને હાથમાં લખોટી આપીને કુંડાળામાં નાંખવા કહેવું.

બાળકને એકમ- દશક-શતક અંગે સમાજ આપવી.

નોધ : ધોરણ – ૧ ગણિતના પુસ્તકના પેજ નંબર – ૩૭,૯૮,૧૦૧ થી ૧૦૩ના જેવી રમત રમાડવી

No comments: