Thursday, 25 February 2010

ફરજિયાત પ્રાથમિક શિક્ષણ.....?


સાહેબ, મારે ભીખ નથી માંગવી ભણવું છે.

અમદાવાદમાં કે કોઇપણ શહેરમાં જયારે કોઈપણ ચાર રસ્તા પર કાર કે સ્કુટર ઊભી રાખીએ એટલે તરત જ દોડીને બાળકો ભીખ માંગવા કે કાચ સાફ કરવા માંડે છે અને પછી કંઇક આપો તેવી કાકલુદી કરે છે. બાઇક ઊભું રાખો એટલે આપણી પાછળ બેઠેલા વ્યકિત સાથે આપણે વાતોમાં મશગુલ હોઇએ ત્યારે બાજુમાં આવીને એક બાળક હાથ ફેલાવે છે અને પેટનો ખાડો પુરવાની આજીજી કરે છે. આપણા હૃદયમાં રામ વસે તો આપણે તેને કંઇક આપીએ છીએ, નહીં તો ધુત્કારીને કાઢી મૂકીએ છીએ. આ બાળકને પણ ભણીગણીને આગળ વધવું છે. પરંતુ તેના આ સ્વપ્નો તેની દયનીય આર્થિક પરિસ્થતિ સાથે અથડાઇને ચકનાચુર થઇ જાય છે. ભીખ માંગતા અને કચરો વીણતા બાળકોના આવા સ્વપ્નોમાં પ્રાણ પુરવા કામ કોણ કરશે ........ ? આ બાળકોની ભણાવવાની જવાબદારી કોણ નિભાવશે .... ?
આસપાસના વિસ્તારમાં કેટલાય લોકો ફૂટપાથ પર રહે છે. તેમના બાળકો દિવસે કચરો માંગવાનો કે પછી ભીખ માંગવાનું કામ કરે છે. જોકે તેમને આ કામ ગમતું નથી પરંતુ પરિવારની આથિર્ક સ્થિતિને કારણે તેના માતા-પિતા તેમને આવું કામ કરવા મોકલે છે એટલે તેઓ જાય છે સવારથી બપોર સુધી ભીખ માંગવાનું કામ કરતા એક બાળકે મને એક દિવસ કહ્યું હતું કે મારે શિક્ષણ લેવું છે પરંતુ મારા માતા-પિતા મને ભીખ માંગવા મોકલે છે. ઉપરાંત વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ભીખ માંગતી એક કિશોરીએ કહ્યું હતું કે તે શાળાએ જતી હતી તેમજ હાલ પણ જવા માંગે છે પરંતુ તેના માતા- પિતા તેને કચરો વિણવા મોકલતાં હોવાથી તે નિયમિત શાળાએ જઇ શકતી ન હતી. જેથી શાળામાંથી તેનું નામ કાઢી નાખવામાં આવ્યું હતું.

શું આપણે આ પરીસ્થિતિ માંથી માર્ગ કાઢી શકીશું .........?

આ બાબતે જવાબદારી કોની ...........................?

આપણીં તો નહીં ને ......................... !!!

No comments: