Monday, 1 February 2010

ઉપચારાત્મક શિક્ષણ

ઉપચારાત્મ્ક વર્ગ
સી.આર.સી કોઓંરડીનેટરે પોતાને ફાળવવામાં આવેલ તમામ શાળાઓના રેમેડિયલ વર્ગ ના તમામ વિદ્યાર્થીઓને આ સાથે આપેલ કાર્ડ તેમજ જી.સી.ઈ.આર.ટી દ્વારા આપવામાં આવેલ ગુણોત્સવ મૂલ્યાંકન પુસ્તિકા નો ઉપયોગ કરી વિદ્યાર્થીઓની વાચન – લેખન-ગણન ક્ષમતા ચકાસવી. વિદ્યાર્થીની વ્યક્ત થવાની ક્ષમતા મુજબ ગ્રેડમાં વિભાજીત કરવા.તેમજ વર્ગ ચલાવનાર શિક્ષક –આચાર્યને તૈયાર કરેલ મૂલ્યાંકન આપવું.
પોતાના ક્લસ્ટરના વિદ્યાર્થીઓને મેઈનસ્ટ્રીમ કરવા માટે શાળા મુલાકાત દરમિયાન સી.આર.સી કો-ઓર્ડીનેટર જાતે આચાર્ય સાથે રહી વિદ્યાર્થીની ચકાસણી કરી વર્ગ બઢતી આપી મેઈનસ્ટ્રીમ કરવા. પોતાના ક્લસ્ટર ના એક પણ વિદ્યાર્થી વાચન – લેખન-ગણન ક્ષમતા હસ્તગત કરવામાં કચાસ રહી ન જાય તે માટે કો-ઓર્ડીનેટરે સતત માર્ગદર્શન આપતા રહેવું તેમજ કચાસ વાળો એક પણ વિદ્યાર્થી મેઈનસ્ટ્રીમ ન થાય તે માટે પણ કો-ઓર્ડીનેટરે વિશેષ ધ્યાન રાખવું.આ માટે આચાર્ય અને સી.આર.સીને સંયુક્ત જવાબદાર ગણવામાં આવશે.
આ વર્ગમાં ચીલાચાલુ પધ્ધતિથી ભણાવવા કરતા દરેક બાબત પ્રવુત્તિ દ્વારા જ ભણાવવી-સમજાવવી.

ઉપચારાત્મ્ક વર્ગ કેવો હશે ?
  • વર્ગની શરૂઆત પ્રાર્થના પછીના તરત પ્રથમ બે તાસ માં કરવી . પ્રાર્થના ૧૧..૧૫ કલાકે પૂર્ણ કરી વાચન-લેખન નું કાર્ય ૧૨.૦૫ સુંધી કરવું.તેમજ ૧૨.૦૫ થી ૧૨.૪૫ સુધી ગણન કાર્ય કરવું .પ્રથમ રીશેષ બાદ લાભાર્થી વિદ્યાર્થીઓંને પોતાના વર્ગમાં મોકલવાના રહેશે.આ વિદ્યાર્થીઓને પ્રાર્થના બાદ સીધા ઉપચારાત્મ્ક વર્ગમાં જવાનું રહેશે તેમજ તેમની હાજરી આ વર્ગમાં જ ભરવાની રહેશે.
  • વર્ગ શિક્ષકે નિયમિત રોજ સાંજે છેલ્લા બે તાસ માં તમામ વિદ્યાર્થીઓ સાથે રમતો, વાર્તા, ગીતો કે અન્ય પ્રવુત્તિઓ દ્વારા વર્ગના તમામ વિદ્યાર્થીઓંને વાચન-લેખન-ગણન નું દૃઢીકરણ કરાવવું.
  • વિદ્યાર્થીઓં જૂથમાં બેઠેલા હોય તેમજ વિષયવસ્તુ અનુરૂપ બેઠક વ્યવસ્થા હોય.
  • વર્ગ શિક્ષક વિદ્યાર્થીઓ સાથે જુથમાં જ બેસી પ્રવુત્તિઓ કરાવતા હોય.
  • વર્ગખંડ માં ટી.એલ.એમ માટેની જરૂરી સાધન સામગ્રી સહજતાથી બાળકોને હાથ વાગી હોય.
  • વર્ગખંડમાં દરેક વિદ્યાર્થીને અનુરૂપ પ્રવુત્તિઓ કરાવતી હોય.
  • વર્ગ શિક્ષક ધૈર્યવાન અને પ્રેમાળ હોય.

વિદ્યાર્થીને મેઈનસ્ટ્રીમ કરવા માટે :

ઉપચારાત્મ્ક વર્ગમાંથી સામાન્ય વર્ગમાં મેઈનસ્ટ્રીમ કરવા માટેની જવાબદારી સી.આર.સી કો-ઓર્ડીનેટરર અને શાળાના આચાર્ય ની રહેશે. જે માટે પરિપત્ર મુજબ મૂલ્યાંકન કરવું.એપ્રિલ ૨૦૧૦ માં યુનિસેફ દ્વારા થનાર મોનીટરીંગ અને મૂલ્યાંકન દરમિયાન સી.આર.સી કો-ઓર્ડીનેટરે અને આચાર્ય દ્વારા થયેલ મૂલ્યાંકન કોઈ ક્ષતિ જણાશે તો તે અંગેની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાના આચાર્ય અને કો-ઓર્ડીનેટરે ની રહેશે.
ઉપચારાત્મ્ક વર્ગના પરિણામની કામગીરીના આધારે કો-ઓર્ડીનેટરની સમીક્ષા અને શ્રેષ્ઠતાનું માપન થશે.

આંતર તાલુકા ઉપચારાત્મ્ક વર્ગ મૂલ્યાંકન મુલાકાત દરમિયાન કો-ઓર્ડીનેટરે શું કરવાનું રહેશે ?

  • સમય પહેલાં દશ મીનીટ પહોચવાનું રહેશે.
  • એક દિવસમાં બે શાળાઓના ઉપચારાત્મ્ક વર્ગ માં મૂલ્યાંકન માટે મૂલાકાત લેવાની રહેશે.
  • વર્ગના તમામ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવાનું રહેશે.
  • વર્ગ મુલ્યાંકન દરમિયાન કોઈ વિદ્યાર્થી મેઈનસ્ટ્રીમ કરવા યોગ્ય જણાય તો મુલ્યાંકન પત્રકમાં વિશેષ નોંધ માં ભલામણ લખવી તેમજ વિઝીટ બુકમાં પોતાની વિઝીટ લખતા આ બાબતનો ઉલ્લેખ કરવો.આ અંગે આચાર્ય તેમજ વર્ગ્સંચાલક શિક્ષકને જાણ કરવી.
  • વર્ગ મુલ્યાંકન દરમિયાન વર્ગમાં જોવા મળેલ સારી બાબતોની નોધ કરવાની રહેશે.તેમજ વર્ગને પરિણામલક્ષી બનાવવા રચનાત્મક સુચનો ની નોધ કરવાની રહેશે.
  • વર્ગ મુલ્યાંકન દરમિયાન કોઈ શાળામાં નબળું કાર્ય અથવા નિષ્ક્રિયતા જણાય તો તે અંગેની જાણ બી.આર.સી કે કેળવણી નિરિક્ષકને કરવી. બી.આર.સી એ આ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી જીલ્લા કચેરીને માહિતગાર કરવા.
  • વર્ગ મુલ્યાંકન દરમિયાન કો-ઓર્ડીનેટરે વિદ્યાર્થી સાથે મુલ્યાંકન કાર્ય શરુ કાર્ય પહેલા આત્મીયતા કેળવવા કોઈ એક શૈક્ષણિક પ્રવુત્તિ ( બાળવાર્તા, બાળગીત,રમત) કરાવવાની રહેશે.ત્યાર બાદ જ વર્ગ કાર્ય શરુ કરવું.
  • આપણી મુલાકાત જે તે ક્લસ્ટરના કો-ઓર્ડીનેટર માટે માર્ગદર્શક રૂપ હોઈ મૂલ્યાંકન સચોટ અને તટસ્થતા પૂર્વક કરવું.આમ કરવાથી આપણે આપણા કો-ઓર્ડીનેટરને પોતાના ક્લસ્ટર માટેના એક્શનપ્લાન માટે મદદરૂપ બની શકીશું.
  • આપ જયારે વર્ગમાં મૂલાકાત લેશો ત્યારે અગાઉથી તે ક્લસ્ટરના કો-ઓર્ડીનેટર દ્વારા મુલાકાત પત્રકમાં વિગતો ભરાવેલ તૈયાર હશે તેમાંની પ્રત્યેક વિગત ભરી દિવસના અંતે જે તે તાલુકાના બી.આર.સી કો-ઓર્ડીનેટરને પહોચાડવા. બી.આર.સી કો-ઓર્ડીનેટરે આ પત્રકની મૂળ કોપી પોતાની પાસે રાખી તેની બે ઝેરોક્ષ સી.આર.સી કો-ઓર્ડીનેટરને આપવી જેથી તેમની એક નકલ કો-ઓર્ડીનેટર પોતાની પાસે એક્ષન્પ્લન તૈયાર કરવા રાખે જયારે બીજી નકલ જે તે શાળાને આપે. આ નકલ ને ધ્યાને રાખી શાળા કક્ષાએ પોતાનો પરિણામલક્ષી એક્શન પ્લાન તૈયાર કરવો.
  • બી.આર.સી કો-ઓર્ડીનેટરે તમામ ફોર્મ્સ પોતાની કક્ષાએ સેફ કસ્ટડી (શીલબંધ) કવર માં રાખવાના રહેશે.આ કવર ઉપર મુલ્યાંકન માટે આવેલ સી.આર.સી માંથી બે સી.આર.સીની સહી કરાવવાની રહેશે
    વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરવા અહી આપેલ સૂચનાઓનું ચુસ્ત પાલન કરવું જેથી તમામ જગ્યાએ એક સરખું મૂલ્યાંકન કરી શકાય.વિદ્યાર્થીને મેઈનસ્ટ્રીમ કરવા નીચેના માર્ગદર્શક સુચનો સાથે મૂલ્યાંકન માટેના શબ્દ કાર્ડ અને અન્ય શબ્દો-વાક્યોનો ઉપયોગ કરવો જેથી વિધાર્થીનું સાચું મૂલ્યાંકન થાય અને થર્ડ પાર્ટી ઈવેલ્યુશન દરમિયાન મૂલ્યાંકન માં અંતર ન જણાય.
વાચન
ધોરણ ૩ થી ૪
- કઈ નહી-મૂળાક્ષર ન વાંચતા હોય તો -D
- મૂળાક્ષર વાંચતા હોય તો – C
- શબ્દ વાંચતા હોય તો -B
ધોરણ ૫ થી ૭
- કઈ નહી-મૂળાક્ષર ન વાંચતા હોય તો -D
- શબ્દો વાંચતા હોય તો –C
- વાક્ય વાંચી શકે તો – B
લેખન
ધોરણ ૩ થી ૪
- કઈ નહી-મૂળાક્ષર લખી શકે નહી તો -D
- મૂળાક્ષર લખી શકે તો – C
- શબ્દ લખી શકે તો -B
ધોરણ ૫ થી ૭
- કઈ નહી-મૂળાક્ષર લખી શકે નહી તો -D
- શબ્દો લખી શકે તો –C
- વાક્ય લખી શકે તો – B
ગણન
ધોરણ ૩ થી ૪
- કઈ નહી-અંક ઓળખ નથી -D
- અંક ઓળખ છે તો – C
- સરવાળા-બાદબાકી આવડે છે તો -B
- ગુણાકાર-ભાગાકાર આવડે છે તો -B+
ધોરણ ૫ થી ૭
- કઈ નહી-સંખ્યા જ્ઞાન બિલકુલ નથી -D
- સંખ્યા જ્ઞાન [ ૪ અંક સુંધી] આવડે છે તો – C
- સરવાળા-બાદબાકી-ગુણાકાર-ભાગાકાર [ ૪ અંક સુંધી] આવડે છે તો -B
- સરવાળા-બાદબાકી-ગુણાકાર-ભાગાકાર [ ૪ અંકથી મોટી સંખ્યા સુંધી] આવડે છે તો -B+

1 comment:

Ravi Parekh said...

Y.K. thanx a lot for providing beutiful guidance for Remidial Teaching on your Blog.. Learnt many from this .. Keep it up and give more Guidance by which we can improve and do better in our Cluster level school..
Thanx a lot
CRC Gamdi , Dascroi, A'bad.